ચીન દ્વારા અવકાશયાન 'Shenzhou-18' ગોબી રણમાં સ્થિત જીયુક્વાન સેટેલાઇટ લોન્ચ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું.

  • આ અવકાશયાન દ્વારા ત્રણ અવકાશયાત્રીઓને તિઆંગોંગ સ્પેસ સ્ટેશન (TSS) પર મોકલવામાં આવ્યા.
  • આ અવકાશયાત્રીઓમાં ગુઆંગફુ (43), લી કાંગ (34) અને લી ગુઆંગસુ (36)નો સમાવેશ થાય છે.
  • ગુઆંગફુ 2021ના શેનઝોઉ-13 મિશનનો એક ભાગ છે અને લી કાંગ અને લી ગુઆંગસુને પ્રથમ વખત અવકાશમાં મોકલવામાં આવ્યા હતા.
  • ત્રણ સભ્યોની આ ટીમ લગભગ 6 મહિના અંતરિક્ષમાં વિતાવશે.
  • Shenzhou-18 ટીમ Shenzhou-17 ટીમનું સ્થાન લેશે.
  • Shenzhou-17 પ્રોગ્રામ ઓક્ટોબર 2023માં લોન્ચ કરવામાં આવ્યો હતો.
  • ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)ની બહાર ફેંકાયા બાદ ચીને પોતાનું સ્પેસ સ્ટેશન TSS બનાવ્યું.
China’s Shenzhou-18 mission

Post a Comment

Previous Post Next Post