ICC દ્વારા યુવરાજ સિંહને ટી20 વર્લ્ડ કપ 2024ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

  • International Cricket Council (ICC) દ્વારા ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર  યુવરાજ પહેલા ICCએ યુસૈન બોલ્ટ અને ક્રિસ ગેલને પણ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • યુવરાજે 304 વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ રમી છે જેમાં 36.55ની એવરેજથી 8701 રન બનાવ્યા.
  • વન ડે ઈન્ટરનેશનલમાં તેના નામે કુલ 14 સદી અને 52 અડધી સદી છે.
  • તેઓએ 40 ટેસ્ટ મેચોમાં કુલ 1900 રન બનાવ્યા જેમાં 3 સદી અને 11 અડધી સદી સામેલ છે.
  • આ ઉપરાંત 58 T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમીને 1177 રન બનાવ્યા છે.
  • આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના નામે કુલ 148 વિકેટ છે.
  • T20 વર્લ્ડ કપ 01 થી 29 જૂન 2024 દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે.
  • T20ની શરૂઆતની મેચ કેનેડા અને હોમ ટીમ અમેરિકા વચ્ચે 1 જૂને ડલાસમાં રમાશે.
  • T-20 વર્લ્ડ કપની યજમાની વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા સંયુક્ત રીતે કરી રહ્યા છે
  • વેસ્ટ ઈન્ડિઝના 6 શહેરોમાં કુલ 41 મેચો યોજાશે, જ્યાં ત્રણેય નોકઆઉટ મેચો પણ હશે.
  • બાકીની 14 મેચો અમેરિકાના ન્યૂયોર્ક, ફ્લોરિડા અને ડલાસ શહેરમાં યોજાશે.
Yuvraj Singh becomes ICC Men's T20 World Cup 2024 Ambassador

Post a Comment

Previous Post Next Post