- Stockholm International Peace Research Institute (SIPRI) ના રિપોર્ટ મુજબ વર્ષ 2023માં $83.6 બિલિયનના ખર્ચ સાથે ભારત US, ચીન અને રશિયા પછી વૈશ્વિક સ્તરે ચોથો સૌથી મોટો લશ્કરી ખર્ચ (Global military spending) કરનાર દેશ બન્યો. 83.6 બિલિયન ડોલરે તેનો સૈન્ય ખર્ચ વર્ષ 2022ની સરખામણીમાં 4.2 % વધુ હતો.
- SIPRI 1949 થી લશ્કરી ખર્ચ પર દેખરેખ રાખી રહ્યું છે અને આ વખતના રિપોર્ટ મુજબ વિશ્વ સૈન્ય ખર્ચ સતત નવમા વર્ષે વધીને વર્ષ 2023માં કુલ $2443 બિલિયન સુધી પહોંચ્યો છે. જે global gross domestic product (GDP) ના 2.2 % થી વધીને 2.3% થઈ ગયા હતા.
ટોચના 5 દેશો (અબજો ડોલરમાં):- USA: $900
- China: $300
- Russia: $100
- India: $85
- Saudi Arabia: $75