- આ મુજબ એરલાઈન્સ દ્વારા 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને માતા-પિતા અથવા વાલી સાથે ફ્લાઇટમાં સીટો ફાળવવી પડશે.
- જો બાળક અને માતા-પિતા એક જ PNR પર મુસાફરી કરતા હોય, તો તેમણે સીટની પસંદગી માટે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. ઉપરાંત એરલાઈન્સને પણ પોતાનો રેકોર્ડ જાળવવો પડશે.
- Directorate General of Civil Aviation (DGCA) દ્વારા નવા નિયમો માટે વર્ષ 2021 ના એર ટ્રાન્સપોર્ટ પરિપત્ર 01 માં સુધારો કરવામાં આવ્યો.
- આ સાથે વર્ષ 2024ના Air Transport Circular (ATC)-01માં પણ સુધારો કરવામાં આવ્યો છે. તેનું શીર્ષક 'Unbundle of Services and fees by scheduled airlines' છે.
- ભારતમાં એરલાઇન્સ ફી માટે પ્રી-સીટ સિલેક્શનનો વિકલ્પ આપે છે જેમાં જેઓ ચૂકવણી કરવા માંગતા નથી તેમને સીટો ફાળવવામાં આવે છે જે અગાઉથી બુક કરવામાં આવી નથી.