- તેણે રોમમાં ફોરો ઇટાલિકોમાં આયોજિત ઇટાલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચમાં ચિલીના નિકોલસ જેરીને 6-4/7-5 થી હરાવીને ફાઇનલ ટાઇટલ મેળવ્યુ.
- તેણે બીજી વખત ઈટાલિયન ઓપન સિંગલ્સ ટાઈટલ જીતીને રેકોર્ડ બનાવ્યો.
- આ સાથે તેને કુલ આઠમું માસ્ટર્સ ટાઇટલ જીત્યું હતું.
- તેણે અગાઉ 2017માં નોવાક જોકોવિચને હરાવીને ટાઇટલ જીત્યું હતું.
- વિમેન્સ ફાઇનલમાં ઇગા સ્વિટેકે બેલારુસની આરીના સાબાલેન્કાને 6-2, 6-3થી હરાવીને કારકિર્દીનું ત્રીજું ઇટાલિયન ઓપન ટાઇટલ મેળવ્યુ અગાઉ તેણીએ 2021, 2022માં આ ટાઇટલ જીત્યું હતું.
- મેન્સ ડબલ્સની ફાઇનલમાં, માર્સેલ ગ્રેનોલર્સ (સ્પેન) અને હોરાસિયો ઝેબાલોસ (આર્જેન્ટિના)ની જોડીએ મેટ પેવિક (ક્રોએશિયા) અને માર્સેલો અરેવાલો (અલ સાલ્વાડોર)ની જોડીને 6-2, 6-2થી હરાવી તેમનું પ્રથમ ઇટાલિયન ઓપન ટાઇટલ જીત્યું.
- વિમેન્સ ડબલ્સના ઇટાલિયન જોડી સારા એરાની અને જાસ્મિન પાઓલિનીએ કોકો ગૉફ (અમેરિકા) અને એરિન રાઉટલિફ (ન્યૂઝીલેન્ડ)ની જોડીને હરાવી ટાઇટલ જીત્યું.
- આ ઇવેન્ટ ઇટાલિયન ઓપનની 81મી આવૃત્તિ હતી જે ATP માસ્ટર્સ 1000ની શ્રેણીમાં આવતી રમત છે.
- આ ઇવેન્ટ ઇટાલીની રાજધાની ઐતિહાસિક શહેર રોમમાં 6 મે થી 19 મે, 2024 દરમિયાન યોજાઇ હતી.
- ઇટાલિયન ઓપન, ATP માસ્ટર્સ 1000 અને WTA 1000 ઇવેન્ટ ક્લે કોર્ટ પર રમાતી આ ટુર્નામેન્ટ છે.
- સ્પેનના રાફેલ નડાલે 10 જીત સાથે સૌથી વધુ ઈટાલિયન ઓપન ટાઈટલનો રેકોર્ડ બનાવ્યો છે, જેણે "કીંગ ઓફ ક્લે" તરીકે ઓળખવામાં આવે છે.
- ATP માસ્ટર્સ 1000 અને WTA 1000 ઇવેન્ટ્સ પ્રોફેશનલ ટેનિસની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાંની છે, જેનું આયોજન અનુક્રમે પુરૂષો અને મહિલા ટેનિસ, એસોસિએશન ઑફ ટેનિસ પ્રોફેશનલ્સ (ATP) અને વિમેન્સ ટેનિસ એસોસિએશન (WTA) દ્વારા કરવામાં આવે છે.
- ATP માસ્ટર્સ 1000 શ્રેણીમાં ઈન્ડિયન વેલ્સ, મિયામી ઓપન, મેડ્રિડ ઓપન, ઈટાલિયન ઓપન, કેનેડિયન ઓપન, સિનસિનાટી માસ્ટર્સ, શાંઘાઈ માસ્ટર્સ, પેરિસ માસ્ટર્સ અને મોન્ટે-કાર્લો માસ્ટર્સ એમ નવ ટુર્નામેન્ટનો સમાવેશ થાય છે.
- WTA 1000 શ્રેણીમાં બેઇજિંગ, ઇન્ડિયન વેલ્સ, મિયામી, સિનસિનાટી, દોહા/દુબઇ, રોમ, મોન્ટ્રીયલ/ટોરોન્ટો અને વુહાન એમ નવ ઇવેન્ટનો સમાવેશ થાય છે.