WEF દ્વારા પ્રકાશિત ગ્લોબલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઈન્ડેક્સમાં ભારતે 39મુ સ્થાન મેળવ્યું.

  • ભારતે ગયા વર્ષની સરખામણીમાં 15 સ્થાનની પ્રગતિ દર્શાવી અને 54માથી 39મું સ્થાન મેળવ્યું. World Economic Forum (WEF) દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં અમેરિકા ટોચ પર છે.
  • આ યાદી યુનિવર્સીટી ઓફ સરેની મદદથી તૈયાર કરવામાં આવેલ છે.આ યાદીમાં કિંમતની સ્પર્ધાના સંદર્ભમાં ભારત વિશ્વમાં 18મા ક્રમે અને સ્પર્ધાત્મક હવાઈ પરિવહનમાં 26મું સ્થાન ધરાવે છે.
  • ઉપરાંત ભારતના મજબૂત કુદરતી વાતાવરણમાં છઠ્ઠા ક્રમે, સાંસ્કૃતિકમાં નવમાં અને નોન-લેઝર સંસાધનોમાં વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં નવમાં ક્રમે છે.
  • આ ઈન્ડેક્સમાં અમેરિકા પ્રથમ સ્થાને, સ્પેન બીજા સ્થાને, જાપાન ત્રીજા સ્થાને, ફ્રાન્સ ચોથા સ્થાને અને ઓસ્ટ્રેલિયા પાંચમા સ્થાને, જર્મની છઠ્ઠા સ્થાને, યુનાઇટેડ કિંગડમ સાતમા, ચીન આઠમા અને ઇટાલી નવમા સ્થાને અને સ્વિત્ઝર્લેન્ડ 10મા સ્થાને છે.
India jumps to 39 rank in WEF Travel & Tourism Development Index 2024

Post a Comment

Previous Post Next Post