- આ ડીલ બાદ ચાબહાર પોર્ટનું મેનેજમેન્ટ 10 વર્ષ માટે ભારતને સોંપવામાં આવ્યું.
- આ સાથે ઈરાન થઈને દક્ષિણ એશિયા અને મધ્ય એશિયા વચ્ચે નવો વેપાર માર્ગ ખુલશે.
- ચાબહાર પોર્ટ દ્વારા ભારતીય માલસામાનને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના બજારો સુધી પહોંચવાનો નવો માર્ગ મળશે.
- આ પોર્ટ દ્વારા ભારત અફઘાનિસ્તાન, મધ્ય એશિયા અને યુરોપ સાથે જોડાશે.
- ચાબહાર બંદર ઓમાનની ખાડી પર દક્ષિણપૂર્વ ઈરાનમાં આવેલું છે.
- ઈરાનમાં સ્થિત આ પહેલું ડીપ વોટર પોર્ટ છે, જે ઈરાનને દરિયાઈ માર્ગે અન્ય દેશો સાથે જોડે છે.