- ઇઝરાયેલ પોલીસે અલજઝીરાની ઓફિસ પર પણ દરોડા પાડ્યા હતા. કેમેરા સહિત અનેક વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
- ઇઝરાયેલમાં જેરૂસલેમની એમ્બેસેડર હોટલમાં અલજઝીરાની ઓફિસ છે.
- હમાસ યુદ્ધ પર ચેનલના રિપોર્ટિંગથી અસંતોષના કારણે ઈઝરાયેલ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો.
- ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ છેલ્લા એક મહિનાથી અલ જઝીરા પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહ્યા હતા પરંતુ આ માટે ઇઝરાયેલની સંસદની મંજૂરી જરૂરી હતી.
- આથી તેઓએ પહેલા સંસદમાં વરિષ્ઠ મંત્રીઓની મદદથી એક બિલ પાસ કરાવ્યું જેથી અલ જઝીરા નેટવર્કને બંધ કરી શકાય.
- સરકાર દ્વારા 31 જુલાઈ સુધી ચેનલ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો.
- આ પ્રતિબંધને વધુ લંબાવવા માટે ફરીથી સંસદની મંજૂરીની જરૂર પડશે.
- નવી ચેનલ 15 નવેમ્બર 2006ના અલ જઝીરા અંગ્રેજી નામથી શરૂ કરવામાં આવી હતી અને તેનું મુખ્ય મથક દોહા, કતારમાં છે.