- મણિપુરના ઈમ્ફાલમાં 'School on Wheels' નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
- આ યોજના દ્વારા મણિપુરના રાહત શિબિરોમાં રહેતા બાળકોને શિક્ષણ આપવામાં આવશે.
- વિદ્યા ભારતી શિક્ષા વિકાસ સમિતિ દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી જેના અંતર્ગત બસો દ્વારા વિસ્થાપિત બાળકોને અભ્યાસ સામગ્રી પહોંચાડવામાં આવશે.
- 'School on Wheels' પહેલમાં વિવિધ શિબિરોની મુલાકાત લેવા માટે એક શિક્ષક સાથે પુસ્તકાલય, કમ્પ્યુટર્સ અને રમતગમતની વસ્તુઓથી સજ્જ મોબાઇલ શૈક્ષણિક સેટઅપનો સમાવેશ થાય છે. જેથી રાહત શિબિરોમાં રહેતા બાળકો તેનો ઉપયોગ કરી શકશે.
- આ બસ રાજ્યમાં વિવિધ સ્થળોએ રાહત શિબિરોની મુલાકાત લેશે.
- મણિપુરમાં લગભગ 18 હજાર વિદ્યાર્થીઓ 480 રાહત શિબિરોમાં રહે છે.