મૈસૂરના ફિલ્મ નિર્માતા ચિદાનંદ એસ.નાયકને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ મળ્યો.

  • તેઓને ફિલ્મ 'સનફ્લાવર વેર ધ ફર્સ્ટ ઓન્સ ટુ નો'ને લા સિનેફ ફર્સ્ટ પ્રાઈઝ આપવામાં આવ્યું હતું.
  • આ ફિલ્મનું નિર્માણ ફિલ્મ નિર્માતા ચિદાનંદ એસ. Lનાયકે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા, પૂણેની ટીવી વિંગમાં એક વર્ષનો અભ્યાસ કર્યા બાદ કર્યું હતું.
  • આ ફિલ્મ એક વૃદ્ધ મહિલા વિશેની કન્નડ લોકકથા પર આધારિત છે જે ચિકન ચોરી કરે છે.
  • આ ઉપરાંત ભારતની માનસી મહેશ્વરીની એનિમેશન ફિલ્મ 'બન્નીહૂડ'ને આ કેટેગરીમાં ત્રીજું ઇનામ મળ્યું છે.
  • ઉત્તર પ્રદેશના મેરઠમાં જન્મેલી માનસીએ NIFTમાં અભ્યાસ કર્યા બાદ UKની નેશનલ ફિલ્મ એન્ડ ટેલિવિઝન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો તે દરમ્યાન તેણીએ એનિમેટેડ ફિલ્મ 'બન્નીહૂડ' બનાવી હતી.
  • બીજા સ્થાને કોલંબિયા યુનિવર્સિટીના ડિરેક્ટર એસ. અસ્યા સેગાલોવિચની ફિલ્મ 'આઉટ ઓફ ધ વિન્ડો થ્રુ ધ વોલ' અને ગ્રીક એરિસ્ટોટલ યુનિવર્સિટીના વિદ્યાર્થી નિકોસની ફિલ્મ 'ધ કેઓસ શી લેફ્ટ બિહાઇન્ડ' રહી હતી.
  • મૈસૂરમાંથી લા સિનેફ કેટેગરીમાં વિજેતા બનેલા ચિદાનંદને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા 15,000 યુરો (13 લાખ 48 હજાર રૂપિયા) આપવામાં આવ્યા હતા.
  • બીજા ક્રમે એસ.  અસ્યા અને નિકોલને 11250 યુરો (10 લાખ રૂપિયા) અને ત્રીજા સ્થાને રહેલી માનસી મહેશ્વરીને 7500 યુરો (6 લાખ 74 હજાર રૂપિયા) આપવામાં આવ્યા.
  • બધી ફિલ્મો 3 જૂને સિનેમા ડુ પેન્થિઓન અને 4 જૂને ક્વાઈ ડી સેઈન પર MK2 પર પ્રદર્શિત કરવામાં આવશે.
Mysuru filmmaker Chidananda S Naik bags Cannes La Cinef first prize

Post a Comment

Previous Post Next Post