- National Payments Corporation of India (NPCI) એ International Payments Limited (IPL) દ્વારા નામીબિયા માટે UPI જેવી ઈન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ વિકસાવવામાં મદદ કરવાની જાહેરાત કરવામાં આવી.
- NIPL દ્વારા આ માટે Bank of Namibia (BON) સાથે કરાર કરવામાં આવ્યા છેઆ કરારનો હેતુ આફ્રિકન દેશમાં ડિજિટલ નાણાકીય સેવાઓને વધારવાનો છે, જેમાં રીઅલ-ટાઇમ વ્યક્તિ-થી-વ્યક્તિ (Person-to-Person (P2P)) અને વેપારી ચુકવણી વ્યવહારો (Person-to-Merchant (P2M)) નો સમાવેશ થાય છે.
- આંતરરાષ્ટ્રીય બજારમાં UPI સ્ટેકનો ઉપયોગ કરવા માટે કેન્દ્રીય બેંક સાથે NPCIનો આ પ્રથમ જોડાણ છે.
- NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ એ UPI વિકસાવનાર કંપની, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) ની આંતરરાષ્ટ્રીય શાખા છે.
- તે અન્ય દેશોમાં UPI ના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે.
- UPI એ ભારતમાં સૌથી વધુ લોકપ્રિય ડિજિટલ ચુકવણી વિકલ્પોમાંથી એક છે.
- NPCI ની સ્થાપના 2008 માં ભારતમાં છૂટક ચુકવણી અને સેટલમેન્ટ સિસ્ટમ ચલાવવા માટે કરવામાં આવી હતી.
- NPCI એ RuPay કાર્ડ, તાત્કાલિક ચુકવણી સેવા (IMPS) અને યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) દ્વારા છૂટક ચુકવણી કરવાની રીત બનાવવામાં આવી છે.