- ભારતના ખાદ્ય સુરક્ષા નિયમનકાર દ્વારા MDH અને એવરેસ્ટ સહિત તમામ મસાલા મિક્સ ઉત્પાદક કંપનીઓના ઉત્પાદનોના પરીક્ષણ અને નિરીક્ષણનો આદેશ આપવામાં આવ્યો.
- વૈશ્વિક ખાદ્ય નિયમનકારી સંસ્થાઓ દ્વારા લોકપ્રિય સ્થાનિક બ્રાન્ડના ઉત્પાદનોમાં જંતુનાશક ઇથિલિન ઓક્સાઇડની તપાસ કરી રહ્યા છે.
- ઉલ્લેખનીય છે કે માલદીવ, સિંગાપોર અને હોંગકોંગે દ્વારા એવરેસ્ટ-MDH મસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો.
- નમૂનામાં લેવામાં આવેલ દરેક ઉત્પાદનનું ગુણવત્તા અને સલામતી માપદંડોના પાલન માટે વિશ્લેષણ કરવામાં આવશે.
- તમામ કંપનીઓના ઉત્પાદનોમાં ઇથિલિન ઓક્સાઇડની હાજરીની પણ ચકાસણી કરવામાં આવશે.
- ભારતમાં તેના ઉપયોગ પર પ્રતિબંધ છે અને પરીક્ષણ પૂર્ણ થયા બાદ યોગ્ય કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
- જંતુનાશક ઇથિલિન ઓક્સાઇડની માત્રા મર્યાદા કરતાં વધી જવાને કારણે બંને કંપનીઓના કેટલાક ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
- આ ઉત્પાદનોમાં આ જંતુનાશકની વધુ માત્રાને કારણે કેન્સરનું જોખમ રહેલું છે.