- ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં સ્થિત વેવ્સ ઓક્શન હાઉસમાં લુપ્ત થયેલા હુઈયા પક્ષીના એક દુર્લભ પીછાની 23.63 લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી.
- હરાજી કરનારાઓએ આ પીછાની પ્રારંભિક કિંમત 1.66 લાખ રૂપિયાથી 2.50 લાખ રૂપિયા આંકી હતી.
- હુઈયા પક્ષીના આ પીછાનું વજન 9 ગ્રામ છે.
- આ પહેલા 2010માં હુઈયા ફેધર 7 લાખ રૂપિયામાં વેચાઈ હતી.
- ન્યુઝીલેન્ડમાં હુઇઆ એ વોટલબર્ડની સૌથી મોટી પ્રજાતિ હતી.
- તે તેના મધુર અવાજ, કાળી ચળકતી પાંખો અને લાંબી સફેદ પૂંછડી માટે જાણીતું હતુ
- આ પક્ષી છેલ્લે 1907માં જોવા મળ્યું હતું.
- ન્યુઝીલેન્ડના માઓરી લોકો આ પક્ષીને ટપુ (પવિત્ર) માનતા હતા.
- તેની ચામડી અથવા પીંછા પહેરવાનું ઉચ્ચ વર્ગના લોકો માટે આરક્ષિત હતું.
- હુઆ પક્ષીના પીછાને સંસ્કૃતિ અને વારસા મંત્રાલય દ્વારા તાઓંગા તુતુરુ (અધિકૃત ખજાના) તરીકે નોંધવામાં આવ્યું છે જે અંતર્ગત ન્યુઝીલેન્ડની પરવાનગી વિના પીંછા બહાર લઈ જઈ શકાતું નથી.