- તેઓએ 1970 ના દાયકાની શરૂઆતમાં શિવકાશીમાં પ્રાણીશાસ્ત્રના લેક્ચરર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી.
- 1980 ના દાયકાની શરૂઆતમાં હાથીઓ પર તેમનું પહેલું કામ ભારત સરકાર માટે પ્રોજેક્ટ હાથી બનાવવા માટે નિમિત્ત બન્યુ હતું.
- તેમણે મુધુમલાઈ વન્યજીવ અભયારણ્યમાં વિશ્વભરના હાથીઓના નિષ્ણાતોને લાવવા માટે આંતરરાષ્ટ્રીય પરિષદનું પણ આયોજન કર્યું હતું.
- તેઓ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, કોર્બેટ ફાઉન્ડેશન અને નેચર કન્ઝર્વેશન ફાઉન્ડેશન, મૈસુર સાથે સંકળાયેલા હતા.
- શ્રી જોનસિંઘ નેશનલ વાઈલ્ડલાઈફ બોર્ડ અને ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીના સભ્ય પણ હતા.
- તેમના કાર્ય માટે તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા પુરસ્કારો મળ્યા છે.