યુરોપિયન યુનિયન દ્વારા કુદરત પુનઃસ્થાપન કાયદો પસાર કરવામાં આવ્યો.

  • યુરોપિયન યુનિયનની પર્યાવરણીય પરિષદ (EU) દ્વારા આ કાયદો પસાર કરવામાં આવ્યો.  
  • EU પર્યાવરણ પ્રધાનોએ લાઇવ સ્ટ્રીમિંગ  દ્વારા કાયદાની તરફેણમાં મતદાન કર્યું.  
  • આ કાયદો EU ના તમામ 27 સભ્ય દેશોને લાગુ પડશે. 
  • કુદરત પુનઃસ્થાપન કાયદાની મદદથી, તેનો ઉદ્દેશ્ય જંગલોને ફરીથી ઉગાડવાનો અને સ્વેમ્પ્સ અને નદીઓમાં પૂરતું કુદરતી પાણી છે તેની ખાતરી કરવાનો છે.
  • આ કાયદા દ્વારા, 2030 સુધીમાં EUના કુલ જમીન અને દરિયાઈ વિસ્તારના ઓછામાં ઓછા 20% પુનઃસ્થાપિત કરવાનો અને 2050 સુધીમાં તમામ ઇકોસિસ્ટમનું સંરક્ષણ કરવાનો લક્ષ્યાંક બનાવવામાં આવ્યો છે.
  • યુરોપિયન યુનિયનના 20 સભ્ય દેશોએ કાયદાની તરફેણમાં મતદાન કરવામાં આવ્યું.  
  • EU દેશોની 66% વસ્તી ફક્ત આ દેશોમાં છે.
  • EU મુજબ, સભ્ય દેશોના લગભગ 80% કુદરતી રહેઠાણો અને 10% મધમાખીઓ અને પતંગિયાની પ્રજાતિઓ લુપ્ત થવાની આરે છે ઉપરાંત EU દેશોમાં 70% માટી બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં છે.
EU states push past opposition to adopt landmark nature restoration law


Post a Comment

Previous Post Next Post