ભારતમાં પ્રથમ વખત ડૉક્ટર દ્વારા 40 કિલોમીટર દૂરથી રોબોટિક સર્જરી કરવામાં આવી.

  • ભારતના ગુરુગ્રામમાં રહેલા ડૉક્ટર દ્વારા રોબોટિક મશીન વડે 40 કિલોમીટર દૂર બેઠેલા કેન્સરના દર્દી પર ટેલિસર્જરી કરવામાં આવી.  
  • એક કલાક અને 45 મિનિટમાં 52 વર્ષના દર્દીનું વર્ચ્યુઅલ રોબોટિક મશીન દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું અને મૂત્રાશયમાંથી કેન્સરની ગાંઠ કાઢીને પેશાબ માટે નવો રસ્તો બનાવવામાં આવ્યો હતો.
  • હાલમાં, દર્દી રાજીવ ગાંધી કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ છે.સર્જિકલ રોબોટ SSI યંત્ર દ્વારા 100 થી વધુ સર્જરીઓ કરવામાં આવી છે.
  • દિલ્હીના રાજીવ ગાંધી કેન્સર ઈન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરના ડોક્ટરોની ટીમ દ્વારા સર્જિકલ રોબોટ SSI મંત્રની મદદથી આ સર્જરી કરવામાં આવી છે.
  • આ રોબોટ ભારતમાં બનાવવામાં આવ્યો છે.
  • સંસ્થાના ડાયરેક્ટર અને સર્જન ડૉ.એસ.કે.રાવલે આ સર્જરી કરવામાં આવી હતી.
  • 40 કિલોમીટર દૂરથી સારવાર માટે ડૉક્ટર અને દર્દી વચ્ચે જોડાણ સ્થાપિત કરવા માટે ફાઈબર ઓપ્ટિક કેબલની મદદ લેવામાં આવી હતી.
Patient in Rohini OT, surgeon operates from Gurgaon


Post a Comment

Previous Post Next Post