જમ્મુ અને કાશ્મીરમાં છત્તરગલા ટનલ બનાવવામાં આવશે.

  • NHAI દ્વારા 4000 કરોડના ખર્ચે 165 કિલોમીટર લાંબી બસોહલી-બાની-ભાદરવાહ નેશનલ હાઈવે રોડ પ્રોજેક્ટ પર છત્તરગલા ટનલનું નિર્માણ કરવામાં આવશે.
  • શિયાળામાં હિમવર્ષાના કારણે છત્તરગાલા પાસેનો રસ્તો બંધ થાય છે તેને ધ્યાનમાં રાખીને આ ટનલ બનાવવામાં આવી રહી છે.
  • આ ટનલના નિર્માણ સાથે કઠુઆ જિલ્લાથી ડોડા થઈને શ્રીનગર જવા માટે નવો માર્ગ ખુલશે.
  • છત્તરગલા ટનલ સાડા છ કિલોમીટર લાંબી હશે અને તેનાથી લગભગ 20 કિલોમીટરનું અંતર ઘટશે.
  • આ ટનલના નિર્માણથી લખનપુર અને ડોડા જિલ્લાના પર્યટન સ્થળો - બસોહલી અને બાની સુધી પહોંચવામાં ઓછો સમય લાગશે અને આ વિસ્તારના પ્રવાસનને ફાયદો થશે.
  • હાલમાં, કાશ્મીરનો મુગલ રોડ ખીણને જમ્મુ-શ્રીનગર હાઇવે અને પૂંચ સાથે જોડે છે.  
  • બસોહલી-બાની-ભાદરવાહ હાઇવે પૂર્ણ થતાં કાશ્મીરનો આ ત્રીજો માર્ગ ઉપલબ્ધ થશે.
NHAI to begin work on J&K’s Chattergala tunnel


Post a Comment

Previous Post Next Post