ભારતીય સેના દ્વારા સ્વદેશી લોઇટર મ્યુનિશન, “નાગાસ્ત્ર-1” ડ્રોન સામેલ કરવામાં આવ્યું.

  • આ ડ્રોન Z-Motion Autonomous Systems Pvt Ltd, બેંગલોરના સહયોગથી Economics Explosives Ltd (EEL) દ્વારા 75 ટકાથી વધુ સ્વદેશી સામગ્રી સાથે તૈયાર કરવામાં આવેલ છે.
  • “નાગાસ્ત્ર-1” "કેમિકેઝ મોડ"માં કાર્યરત છે, જે 2 મીટરની પ્રભાવશાળી ચોકસાઈ દર્શાવતા, GPS-સક્ષમ ચોકસાઇ સ્ટ્રાઇક્સ સાથે પ્રતિકૂળ જોખમોને નિષ્ક્રિય કરવાની ક્ષમતા ધરાવે છે.  
  • 9 કિલોગ્રામ વજન ધરાવતું, આ મેન-પોર્ટેબલ ફિક્સ-વિંગ ઇલેક્ટ્રિક UAV 30 મિનિટની સહનશક્તિ, 15 કિલોમીટરની મેન-ઇન-લૂપ રેન્જ અને 30 કિલોમીટરની ઓટોનોમસ મોડ રેન્જ ધરાવે છે. 
  • આ ડ્રોન દિવસ અને રાત્રિ સર્વેલન્સ કેમેરા અને 1-કિલોગ્રામ ઉચ્ચ વિસ્ફોટક ફ્રેગમેન્ટિંગ વોરહેડથી સજ્જ છે.
  • આ ડ્રોન પુનઃ ઉપયોગ અને પેરાશૂટ રિકવરી મિકેનિઝમ ધરાવે છે.  
  • આ ડ્રોનની મેન-પોર્ટેબલ સિસ્ટમમાં ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન, કોમ્યુનિકેશન કંટ્રોલ, પેલોડ અને ન્યુમેટિક લોન્ચર જેવા આવશ્યક ઘટકોનો સમાવેશ થાય છે.
indian army inducts made-in-india nagastra-1 suicide drones


Post a Comment

Previous Post Next Post