- સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા ગાઝામાં થયેલા હુમલાઓ વચ્ચે ઈઝરાયેલ પર માનવાધિકાર ભંગના આરોપોને ધ્યાનમાં રાખીને ઈઝરાયેલને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું.
- ઇઝરાયેલ દ્વારા ખોરાક, પાણી, દવાઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા પર પ્રતિબંધના કારણે ગાઝામાં માનવીય સંકટ વધ્યું છે.
- બેલકલિસ્ટ દેશોની યાદીમાં પ્રથમ વખત ઈઝરાયેલ અને હમાસનો ઉમેરો કરવામાં આવ્યો છે.
- UNની યાદીમાં રશિયા, અફઘાનિસ્તાન, ઈરાક, મ્યાનમાર, સીરિયા, યમન, સોમાલિયા, ISIS અને અલકાયદાના નામ પણ સામેલ છે.
- ગયા વર્ષે યુક્રેનમાં યુદ્ધ દરમિયાન બાળકો પર થયેલા અત્યાચારને ધ્યાનમાં રાખીને રશિયાને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું.
- 7 ઓક્ટોબર, 2023થી શરૂ થયેલા ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધીમાં 37 હજાર 700 પેલેસ્ટાઈનના મોત થયા છે, જેમાં 15 હજાર 571 બાળકોનો પણ સમાવેશ થાય છે.
- UN અનુસાર, ગાઝાની 23 લાખથી વધુ વસ્તી ભૂખમરાની આરે છે.