- નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI) દ્વારા પેરિસ ઓલિમ્પિક્સ માટે 15-સભ્ય ભારતીય રાઈફલ અને પિસ્તોલ ટીમની જાહેરાત કરવામાં આવી જેમાં મહિલા પિસ્તોલ શૂટર મનુ ભાકરને બે કેટેગરીમાં પસંદ કરવામાં આવી છે.
- મનુ ભાકર મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ અને મહિલાઓની 25 મીટર પિસ્તોલમાં ભાગ લેશે.
- પેરિસ ઓલિમ્પિક માટે ભારતીય ટીમમાં 8 રાઈફલ શૂટર્સ અને 7 પિસ્તોલ શૂટર્સ છે.
- મનુએ એશિયન ગેમ્સ 2023માં મહિલાઓની 25 મીટર પિસ્તોલ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
- તેણે 2022માં કૈરો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 25 મીટર પિસ્તોલમાં બ્રોન્ઝ જીત્યો હતો.
- ભારતે પેરિસ ઓલિમ્પિકમાં શૂટિંગ માટે 21 ક્વોટા મેળવ્યા છે.
- ઓલિમ્પિક ગેમ્સ 2024 પેરિસમાં 26 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન યોજાશે.