- નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા સેન્ટ્રલ રિઝર્વ બેંક ઓફ પેરુ (BPRP) સાથે કરાર કરવામાં આવ્યો.
- આ કરાર હેઠળ NPCI પેરુમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) વિકસાવશે.
- પેરુ UPI અપનાવનાર દક્ષિણ અમેરિકાનો પ્રથમ દેશ બન્યો.
- UPI દ્વારા પેરુમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ચુકવણી નેટવર્ક સ્થાપિત કરવામાં આવશે.
- પેરુમાં યુઝર્સને UPI દ્વારા તાત્કાલિક પેમેન્ટ કરવાની સુવિધા મળશે.
- UPI સિસ્ટમ રિયલ ટાઈમ ફંડ ટ્રાન્સફર કરે છે.
- UPI સિંગાપોર, મલેશિયા, UAE, ફ્રાન્સ, નેપાળ, બ્રિટન, મોરેશિયસ અને શ્રીલંકામાં સક્રિય છે.
- UPI ભારત સરકાર દ્વારા 11 એપ્રિલ 2016 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.