- પાકિસ્તાન દ્વારા ચીનની મદદથી ઝડપી ઈન્ટરનેટ કનેક્ટિવિટી માટે મલ્ટી-મિશન કમ્યુનિકેશન સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યો.
- મલ્ટિ-મિશન કમ્યુનિકેશન સેટેલાઇટ PAKSAT MM1ને ચીનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંત સિચુઆનમાં ઝિચાંગ સેટેલાઇટ લૉન્ચ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યો.
- આ ઉપગ્રહનું પ્રક્ષેપણ નેશનલ સ્પેસ પ્રોગ્રામ 2047નો એક ભાગ છે.
- પાકિસ્તાનના સુપાર્કો અને ચીનના એરોસ્પેસ ઉદ્યોગ વચ્ચેના સંયુક્ત સાહસ તરીકે PAKSAT MM1 ની કલ્પના કરવામાં આવી હતી, જે સંચાર અને કનેક્ટિવિટીના વ્યાપક સ્પેક્ટ્રમમાં દેશની વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ છે.