- સ્લોવેનિયા પેલેસ્ટાઈનને રાજ્ય તરીકે માન્યતા આપનારો નવો યુરોપિયન દેશ બન્યો.
- આ પહેલા સ્પેન, આયર્લેન્ડ અને નોર્વેએ પેલેસ્ટાઈનને એક દેશ તરીકે માન્યતા આપી હતી.
- ઉપરાંત સ્લોવેનિયન નેશનલ એસેમ્બલીએ ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામના લક્ષ્યમાં મતદાન કર્યું હતું જેમાં પેલેસ્ટાઈનને માન્યતા આપવા માટે મતદાન થયું હતું.
- આ મતદાનમાં સંસદના 90 સભ્યોમાંથી 53એ પેલેસ્ટાઈનની તરફેણમાં મતદાન કર્યું હતું.
- આ સાથે, સ્લોવેનિયા 27 દેશોના યુરોપિયન યુનિયનનું 10મું સભ્ય બન્યું, જેણે પેલેસ્ટાઈનને માન્યતા આપી છે.