નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા.

  • 9 જૂનના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં ત્રીજી વખત ભારતના વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને શપથ લેવડાવ્યા.
  • પીએમ મોદીની સાથે 71 સાંસદોએ પણ મંત્રી તરીકે શપથ લીધા. 
  • પૂર્વ પીએમ જવાહરલાલ નેહરુ પછી આવું કરનાર તેઓ બીજા પીએમ બન્યા.
  • પીએમ મોદી સિવાય 60 મંત્રીઓ બીજેપી અને 11 અન્ય પાર્ટીઓના છે.
  • જેમાં 30 કેબિનેટ મંત્રીઓ અને 5 સ્વતંત્ર પ્રભારી મંત્રીઓ અને 36 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે.
  • આ વખતે કેબિનેટમાં 7 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • સૌથી યુવા ટીડીપીના રામ મોહન નાયડુ (36 વર્ષ) અને સૌથી વૃદ્ધ જીનતરામ માંઝી (79 વર્ષ) કેબિનેટ મંત્રી બન્યા.
  • નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, જીતન રામ માંઝી, એચડી કુમારસ્વામી, મનોહર લાલ ખટ્ટર, સર્બાનંદ સોનોવાલ, શિવરાજ સિંહ ચૌહાણ સહિત 7 સાંસદો અગાઉ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, જે હવે મંત્રી છે.
  • 32 સાંસદો પ્રથમ વખત મંત્રી બન્યા છે, જેમાં બિહારના 5, ઉત્તર પ્રદેશના 4, મધ્યપ્રદેશ-મહારાષ્ટ્ર-કર્ણાટકના 3-3, કર્ણાટક-ગુજરાત-કેરળના 2-2 અને પંજાબ, હરિયાણા, ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, રાજસ્થાન, દિલ્હી, આસામ અને તેલંગાણાના 1-1 સાંસદનો સમાવેશ થાય છે.
Narendra Modi became the Prime Minister for the third time in a row

Post a Comment

Previous Post Next Post