- જેમાં મેન્સ સિંગ્લસમાં સ્પેનના સ્ટાર ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝે ફ્રેન્ચ ઓપન 2024 જીતી.
- તેણે જર્મનીના એલેક્ઝાન્ડર ઝવેરેવને 6-3, 2-6, 5-7, 6-1, 6-2થી હરાવ્યો હતો.
- 21 વર્ષીય કાર્લોસ અલ્કારાઝે તેની કારકિર્દીની પ્રથમ ફ્રેન્ચ ઓપન અને તેનું ત્રીજું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું છે.
- આ પહેલા તે 2022માં યુએસ ઓપન અને 2023માં વિમ્બલ્ડન ટાઈટલ જીતી ચૂક્યો છે.
- ફ્રેન્ચ ઓપનની જીતથી તેને $26,08,465 (લગભગ 21.78 કરોડ રૂપિયા) ની ઈનામી રકમ મળી.
- તેણે 11 એસોસિયેશન ઓફ ટેનિસ પ્રોફેશનલ્સ (ATP) ટુર ઇવેન્ટ જીતી છે.
- આ જીત સાથે તે ત્રણેય ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો.
- વિમનેસ સિંગ્લસમાં ઇગા સ્વાઇટેકે ફાઇનલ ટાઇટલ જીત્યું.
- તેણીએ 6-2, 6-1ના સ્કોરલાઇન સાથે જાસ્મીન પાઓલિનીને પરાજય આપ્યો.
- આ સાથે તેણી મહિલા દ્વારા જીતેલા સૌથી વધુ ફ્રેન્ચ ઓપન ટાઇટલની યાદીમાં ત્રીજા સ્થાને બેલ્જિયમની જસ્ટિન હેનિન સાથે જોડાઈ.
- આ સિવાય ફ્રેન્ચ ઓપનમાં મેન્સ ડબલ્સ માર્સેલો અરેવાલો અને મેટ પેવિક અને મહિલા ડબલ્સ કોકો ગોફ અને કેટેરીના સિનિયાકોવાએ ફાઇનલ જીતી.
- જ્યારે મિક્સ્ડ ડબલ્સ લૌરા સિગેમન્ડ અને એડૌર્ડ રોજર-વેસેલિનએ ફાઇનલ ટાઇટલ મેળવ્યું.