ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર પહેલા રાજ્યની તમામ હોસ્પિટલ્સ પર CEAનો અમલ શરૂ થશે.

  • ગુજરાત વિધાનસભા દ્વારા પારિત Clinical Establishments Act ને રાજ્યપાલ દ્વારા પણ મંજૂરી મળી ગઇ છે જેથી હવે તેનો અમલ શરૂ થશે.
  • આ એક્ટના ભંગ બદલ રુ. 5 લાખ સુધીના દંડની જોગવાઇ છે.
  • આ કાયદાના અમલ દ્વારા હોસ્પિટલને સારવાર, દર્દીઓના રિપોર્ટ, દવાઓ અને તેના પેટે લેવાયેલ ખર્ચ સંબંધિત વિગતોની માહિતી સ્ટેટ કાઉન્સિલ અને જિલ્લા ઓથોરિટીને આપવી પડશે.
  • આ બિલની જોગવાઇઓથી ઉતરતી કક્ષાની આરોગ્ય સેવાઓ, બોગસ ડિગ્રી ધારક ડૉક્ટર્સ, લાયકાતથી ઉપરવટ થઇ સારવાર કરતા તબીબો તેમજ નિયત કરતા વધુ રકમ વસૂલવા સહિતની બાબતોને આવરી લેવાઇ છે.
  • આ એક્ટ હેઠળ સરકારને એપેડેમિક એક્ટ કે રોગચાળા દરમિયાન ખાનગી હોસ્પિટલને પોતાના બેડ રાહત દરે સરકારને આપવાના પણ અધિકાર પ્રાપ્ત થશે.

Gujarat Clinical Establishment Act 2021

Post a Comment

Previous Post Next Post