રાજસ્થાન રાજ્ય સરકારે બ્લેક ફંગસને મહામારી જાહેર કરી.

  • કોરોના બાદ દેશમાં દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ તેમજ ગુજરાત સહિતના રાજ્યોમાં આ બિમારીના કેસ વધ્યા છે.
  • આ રોગને મ્યૂકર માઇકોસિસ પણ કહેવાય છે જેના માટે એમ્ફોટેરિસિન બી ઇન્જેક્શનની જરુર પડે છે જેની પણ રેમડેસિવિરની માફક હાલ અછત સર્જાઇ છે.
  • તબીબો દ્વારા આ બિમારી થવાના બે કારણો જણાવાયા છે જેમાં ડાયાબિટિક દર્દીને કોરોના મટાડવા માટે વધુ પડતા સ્ટીરોઇડ અપાય અથવા કોરોના દર્દીને જે પાણી દ્વારા ઓક્સિજન પહોંચાડવામાં આવતો હોય તે શુદ્ધ ન હોય તો આ રોગ થઇ શકે છે.
  • આ રોગમાં દર્દીની આંખમાં, ચહેરા પર, પેઢામાં તેમજ મગજ સુધી પણ ફંગસ થઇ શકે છે.
black fungus mucormycosis india


Post a Comment

Previous Post Next Post