- અમેરિકી પ્રમુખ દ્વારા પોતાના જાસુસી તંત્રને 90 દિવસમાં આ વાયરસનું મૂળ શોધી કાઢવા હૂકમ કરાયો છે.
- સમગ્ર વિશ્વને આ વાયરસના મૂળમાં ચીનનો હાથ હોવાની શંકા છે પણ અગાઉ WHO દ્વારા એક તપાસમાં ચીનને ક્લિન ચીટ અપાઇ હતી અને જણાવાયું હતું કે આ વાયરસ કુદરતી રીતે જ ફેલાયો છે.
- અત્યાર સુધીની થિયરી મુજબ કોરોના વાયરસ ચામાચીડિયા દ્વારા મનુષ્યમા પહોંચ્યો હોવાનું જણાયું છે.
- કોરોનાનો સૌપ્રથમ કેસ ચીનમાં જ નવેમ્બર, 2019માં નોંધાયો હતો તેમજ તેને Corona Virus Disease 2019 એટલે કે COVID-19 નામ અપાયું હતું.