- આ બિલ દ્વારા કોલંબો પોર્ટ સિટીના નિર્માણ માટે એક આયોગને મંજૂરી અપાઇ છે.
- આ સમિતિ સાત સભ્યોની રહેશે જે પોર્ટ સિટીમાં પ્રવેશ, ટેક્સેશન વગેરે સાથે જોડાયેલા નિર્ણયો લેશે.
- આ સિટીમાં પ્રવેશ માટે ખાસ પાસપોર્ટની જરુર પડશે તેમજ કોઇપણ વિદેશી કરન્સીને અહી વાપરી શકાશે.
- નિષ્ણાંતોનું માનવુ છે કે આ મંજૂરી બાદ ચીન અહી કાયમી ધોરણે હાજર રહી શક્શે જેથી ભારતને દક્ષિણ કિનારે પણ ખતરો સર્જાવાની શક્યતા છે.
- શ્રીલંકાના આ બિલ બાદ કોલંબો સિટીમાં એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન બની શકશે.
- અગાઉ શ્રીલંકાએ 2017માં કોલંબો નજીક હમ્બનટોટા ટાપુ પર ચીનની કંપનીને 99 વર્ષ માટે પોર્ટ સિટી લીઝ પર આપ્યું હતું.
