- આ બેઠક લંડનથી 450 કિ.મી. દૂર કાર્બિસ બે ખાતે આયોજિત થનાર છે.
- આ માટે કાર્બિસ બે ગામ ખાલી કરાવવામાં આવી રહ્યું છે જેમાં લગભગ 3,500 લોકોની વસ્તી છે.
- આ બેઠકમાં બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ, જાપાન અને કેનેડા સહિત 7 દેશોના વડા પણ ભાગ લેશે.
- G-7 સમિટનો આ વર્ષની બેઠકનો ઉદેશ્ય કોરોના મહામારી સામે લડવા માટે વિશ્વના દેશોને એકસંપ કરવાનો છે.
- G-7 સમૂહનું નામ 'ગ્રૂપ ઓફ સેવન છે' જેમાં કેનેડા, અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન અને બ્રિટન છે.
- G-7ની પ્રથમ બેઠક 1975માં મળી હતી.
