- સુપ્રીમ કોર્ટ દ્વારા પોતાના ચુકાદામાં જણાવાયું કે સંસદ દ્વારા પરિણિતાને સાસરા પક્ષ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ બાબતે IPC કલમ 304-B જોડવામા આવી હોવા છતા કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નથી.
- સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રસિદ્ધ ગાઇડલાઇનમાં કહેવાયું છે કે આ પ્રકારના કેસની સુનવણી વખતે આઇપીસીની કલમ 304-બી ની વ્યાખ્યા કરતી વખતે પરિણિતાને સળગાવવાના અને દહેજની માંગ કરવાની સામાજિક કુપ્રથાને ખત્મ કરવાની કાયદાકીય જોગવાઇને ધ્યાને લેવી.
- સુપ્રીમ કોર્ટે 1994ના એક કેસની સુનવણીમાં સંયુક્ત રાષ્ટ્રના Office of Drug and Crime ની Global Study of Homicide - Gender‐related killing of women and girls રિપોર્ટનો પણ હવાલો આપ્યો હતો જેમાં 40 થી 50% હત્યાઓ ફક્ત દહેજને કારણે જ થઇ હતી!
- National Crime Record Bureau (NCRB)ના છેલ્લા આંકડાઓ મુજબ વર્ષ 2019માં કલમ 304-B અંતર્ગત દેશમાં 7,115 કેસ નોંધાયા છે!
- સુપ્રીમ કોર્ટ દ્વારા આ પ્રકારના કેસમાં નિવેદન નોંધવામાં પણ ધ્યાન રાખવા જણાવાયું છે જેમાં નિવેદનને સાવ સહેલાઇથી તેમજ હલ્કામાં ન લેવા જણાવાયું છે.
- કોર્ટ દ્વારા આ પ્રકારના કેસમાં નોંધાતા નિવેદનને મૌલિક સિદ્ધાંતના આધાર પર નિષ્પક્ષ રીતે નોંધવાનું કહેવાયું છે.