- આ જાણકારી સંયુક્ત રાષ્ટ્રના World Meteorological Organization (WMO) દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે.
- આ રિપોર્ટ મુજબ હવે પછીના 5 વર્ષમાં વૈશ્વિક તાપમાન 1.5 ડિગ્રી સેલ્શિયસ વધવાની 40% શક્યતા છે.
- વિશ્વ દ્વારા પેરિસ જલવાયુ સમજૂતીમાં જે સીમા દર્શાવાઇ હતી તે ખૂબજ ઝડપથી નજીક આવી રહી છે તેવી વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે.
- જેમ જેમ તાપમાન વધે છે તેમ તેમ બાષ્પ પણ વધે છે અને ગરમ હવા વધુ ભેજ ધારણ કરે છે જેને લીધે વાતાવરણ અને મહાસાગરની પેટર્ન પણ બદલી શકે છે જેના લીધે એટલાન્ટિક મહાસાગરમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત વધવાની પણ શક્યતા છે.