- ગયા વર્ષે કોરોનાના લીધે આ ટૂર્નામેન્ટ સ્થગિત કરવામાં આવી હતી તેથી જ વર્ષ 2021માં રમાતી આ ટૂર્નામેન્ટનું નામ 'Euro Cup 2020' જ રહેશે.
- અગાઉ આ ટૂર્નામેન્ટ એક કે બે યજમાન દેશોમાં થતી હતી પરંતુ આ વર્ષે યુરોપના પૂર્વમાં સ્થિત અજરબૈજાનના બાકુથી લઇને પશ્ચિમમાં સ્થિત સ્પેનના સેવિલેમાં મેચોનું આયોજન થનાર છે.
- આ દેશોમાં ઇંગ્લેન્ડ, રશિયા, જર્મની, ઇટલી, રોમાનિયા, હંગેરી, સ્કોટલેન્ડ, ડેન્માર્ક સહિતનો સમાવેશ થાય છે.
- આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનનાર ટીમને 300 કરોડ મળશે તેમજ ભાગ લેનાર દરેક ટીમને 82 કરોડ મળશે.