- આ સ્પર્ધામાં ભારતે સુનીલ છેત્રીના બે વિજયી ગોલથી બાંગ્લાદેશને 2-0થી પરાજય આપ્યો હતો.
- આ સાથે જ ભારતે FIFA World Cup 2022 તથા Asia Cup 2023 માં સંયુક્ત ક્વૉલિફાયરમાં પ્રથમ વિજય મેળવી લીધો છે.
- ફિફા વર્લ્ડ કપ ક્વૉલિફાયરમાં ભારતે છ વર્ષમાં પ્રથમવાર વિજય મેળવ્યો છે તેમજ હોમ ગ્રાઉન્ડની બહાર વર્લ્ડ કપ ક્વૉલિફાયરમાં 20 વર્ષ બાદ વિજય મેળવ્યો છે.
- આ મેચમાં ભારતના સુનીલ છેત્રીએ પોતાનો 74મો ઇન્ટરનેશનલ ગોલ નોંધાવીને એક્ટિવ ફૂટબોલ પ્લેયર્સમાં મેસ્સીને પાછળ મુકીને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો બાદ બીજા ક્રમે પહોંચ્યો છે જે ભારત માટે ગર્વની વાત છે.