કેન્દ્ર સરકાર દ્વારા દેશના અર્થતંત્રને બૂસ્ટ કરવા માટે 6,28,993 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું.

  • આ પેકેજમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા કુલ 8 મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં,
    • રુ. 1.5 લાખ કરોડની વધારાની ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરન્ટી સ્કીમ, હેલ્થ કેર સેક્ટર માટે રુ. 50,000 કરોડની લોનની જાહેરાતનો સમાવેશ છે. 
    • 5 લાખ પ્રવાસીઓને ફ્રી વિઝા, ટ્રાવેલ એજન્સીઓને રુ. 10 લાખની લોન, ટૂરિસ્ટ ગાઇડને રુ. 1 લાખની લોન અપાશે. 
    • અન્ય સેક્ટર્સ માટે રુ. 60,000 કરોડની સહાય તેમજ હેલ્થ સેક્ટર માટે લોન પર વાર્ષિક વ્યાજદર 7.95%થી વધુ નહી લેવાની જોગવાઇ કરવામાં આવી છે. 
    • પ્રોજેક્ટ એક્સપોર્ટ માટે રુ. 33,000 કરોડ, NEIA દ્વારા રુ. 52,860 કરોડના 211 પ્રોજેક્ટ્સને સહાય તેમજ 52 દેશોમાં 63 ભારતીય પ્રોજેક્ટ્સની નિકાસનો સમાવેશ છે. 
    • દેશના દરેક ગામ સુધી નેટ પહોંચાડવા, બ્રોડબેન્ડ ઇન્ટરનેટનો વ્યાપ વધારવા માટે ડિજિટલ ઇન્ડિયામાં કુલ 61,109 કરોડ ખર્ચાશે. 
    • ગયા વર્ષે ઓક્ટોબરમાં લોન્ચ કરાયેલ 'આત્મનિર્ભર ભારત' યોજનાનો વ્યાપ વધારીને 31 માર્ચ, 2022 સુધી કરાયો છે જેમાં 21.42 લાખ લાભાર્થીઓને રુ. 902 કરોડ અપાયા છે. 
    • આત્મનિર્ભર ભારત યોજના હેઠળ રુ. 15000થી ઓછું વેતન મેળવનાર કર્મચારીઓ તેમજ કંપનીઓની પીએફની રકમ સરકાર ચૂકવે છે. 
    • પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની સરકારે માર્ચ, 2020માં જાહેરાત કરી હતી જેનો લાભ એપ્રિલ થી જૂન, 2020 સુધી અપાવાનો હતો જેને વધારીને નવેમ્બર, 2020 સુધી લંબાવાયો છે, આ માટે સરકાર વર્ષે રુ. 93,869 કરોડ ખર્ચશે.
Inian Economy


Post a Comment

Previous Post Next Post