DCGI દ્વારા સિપ્લાને મોડર્ના રસીની આયાત અને વેંચાણ માટે મંજૂરી આપવામાં આવી.

  • અમેરિકન ફાર્મા કંપની મોડર્નાની કોરોના વેક્સિનને ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે ટૂંક સમયમાં મંજૂરી મળે તેવી શક્યતા છે. 
  • આ માટે Drug Controller General of India (DCGI) દ્વારા સિપ્લા કંપનીને ઇમ્પોર્ટ અને માર્કેટિંગ માટેની Restricted મંજૂરી અપાઇ છે. 
  • DCGI દ્વારા મોડર્નાને મુખ્ય મોટા દેશો અને વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ચૂકી હોવાથી આ માન્યતા અપાઇ છે. 
  • ભારત સરકાર દ્વારા અગાઉ એવો નિર્ણય લેવાયો છે કે જે રસીને મોટા દેશો અને WHO દ્વારા મંજૂરી મળી ચૂકી હોય તેવી રસીને ભારતમાં ફરીવાર ટ્રાયલની જરૂર નહી રહે. 
  • મોડર્ના અને ફાઇઝર એવી કંપનીઓ છે જેણે ભારત સરકારને અપીલ કરી હતી કે તેઓને ભારતમાં સ્થાનિક ટ્રાયલમાંથી છૂટ આપવામાં આવે. 
  • હાલ ભારતમાં કોરોના વાયરસ સામે લડવા માટે કુલ 3 વેક્સિન છે અને 1 પાઉડર છે જેમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ, ભારત બાયૉટેકની કોવેક્સિન અને રશિયાની સ્પુતનિક-વીનો સમાવેશ થાય છે આ સિવાય DRDO દ્વારા નિર્મિત 2-DG દવાનો પણ સમાવેશ છે જે એક પાઉડર સ્વરુપમાં છે.
DCGI Cipla


Post a Comment

Previous Post Next Post