સુપ્રીમ કોર્ટ દ્વારા 31 જુલાઇ સુધીમાં તમામ રાજ્યોમાં 'વન નેશન, વન રેશન કાર્ડ' યોજના શરૂ કરવાનો હુકમ કરાયો.

  • સુપ્રીમ કોર્ટ દ્વારા કોરોના લોકડાઉનમાં હજારો મજૂરો દ્વારા કરવામાં આવેલ જોખમી પ્રવાસને ધ્યાને લઇ આ હૂકમ કરાયો છે. 
  • આ હૂકમ અંતર્ગત દેશના જે રાજ્યોએ One Nation, One Ration Card (ONORC) યોજના શરૂ નથી કરી તેવા રાજ્યોએ 31 જુલાઇ સુધીમાં આ યોજના લાગૂ કરવાની રહેશે. 
  • કોર્ટ દ્વારા દરેક લોકોને યોગ્ય ભોજન મળવું તેને પણ બંધારણના 'ગરિમાપૂર્ણ જીવન જીવવાના અધિકાર' નો જ એક હિસ્સો ગણાવાયો છે. 
  • ONORC યોજના 'રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA)' અંતર્ગત તમામ પ્રવાસી મજૂરોને દેશના કોઇપણ ભાગમાં પોતાના રાશન કાર્ડના આધાર પર સસ્તા અનાજની દુકાન પરથી અનાજ મેળવવાની સુવિધા આપે છે.
  • ONORC યોજના વર્ષ 2019માં કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન દ્વારા પ્રાયોગિક ધોરણે ચાર રાજ્યોમાં શરૂ કરવામાં આવી હતી.
ONORC Scheme


Post a Comment

Previous Post Next Post