જર્મન આર્મીમાં 90 વર્ષ બાદ યહૂદી ધર્મગુરુની નિમણૂંક કરવામાં આવી.

  • જર્મનીમાં છેલ્લા કેટલાક સમયથી નાઝી વિચારધારાનો ફરીવાર ઉદય થતો હોય તે રીતે યહૂદીઓ પ્રત્યે તિરસ્કાર અને ભેદભાવની ઘટનાઓ વધી રહી હતી. 
  • આવા સંજોગોમાં યહૂદી સૈનિકો અને જર્મનીના યહૂદી નાગરિકો પ્રત્યે સન્માન દર્શાવવા માટે સરકાર દ્વારા આ પગલું ભરાયું હોવાનું માનવામાં આવે છે. 
  • આ માટે જર્મન સંસદે 1957 બાદ પ્રથમવાર મિલિટ્રી પેસ્ટ્રોલ કેર લૉમાં ફેર્ફાર ફેરફાર કરી યહૂદી દેવળમાં રબ્બી (યહૂદી ધર્મગુરુ) ઝેલોટ બાલાની જર્મન આર્મીના ચીફ રબ્બી તરીકે નિમણૂં કરી છે. 
  • જર્મન આર્મીમાં આ પ્રકારના 10 રબ્બીની નિમણૂંક કરવામાં આવનાર છે. 
  • અમેરિકામાં ચેપ્લેઇન કોર્પસમાં પ્રતિમા ધર્મ નામના એક ભારતીય મહિલાને અમેરિકા-ઇરાક ના યુદ્ધ સમયે આર્મીમાં ચેપ્લેઇન તરીકે જોડવામાં આવ્યા હતા જેને અમેરિકન આર્મીમાં પ્રથમ હિન્દુ પુરોહિત હોવાનું પણ બહુમાન કહેવાય છે.
German Army


Post a Comment

Previous Post Next Post