પ્રસિદ્ધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર ઉત્તર પ્રદેશમાં પ્રથમ કેસ નોંધાયો.

  • આ કેસ ટ્વીટરનો ઇન્ટરમીડિયરી દરજ્જો હટ્યા બાદ થયો છે.
  • કેન્દ્ર સરકાર દ્વારા ટ્વિટરને આઇટી એક્ટની કલમ 79 હેઠળ સંરક્ષણ હટાવી દેવાયા બાદ હવેથી ટ્વીટર પર પ્રકાશિત કોઇપણ કન્ટેન્ટ માટે એડિટર તરીકે ટ્વીટર પોતે જવાબદાર ગણાશે.
  • કેન્દ્ર સરકાર દ્વારા પ્રસિદ્ધ નિયમોને ટ્વિટર દ્વારા નજરઅંદાજ કર્યા બાદ આ પગલુ ભરાયું છે.
  • અત્રે ઉલ્લેખનીય છે કે ભારતના આઇટી નિયમોમાં કોઇપણ કંપનીને માર્ગદર્શિકા ન માનવા બદલ તેના પર પ્રતિબંધ ન લાદી શકાય.

ઇન્ટરમીડિયરી એટલે શું? / What is Intermediary Status?

કોઇપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો પોતાની રીતે યોગ્ય કે અયોગ્ય અથવા વિવાદાસ્પદ કન્ટેન્ટ પબ્લિશ કરતા હોય છે જેમાં સોશિયલ મીડિયા કંપની તેને એડિટર તરીકે એડિટ કરતી નથી હોતી તેથી તેને ભારતની આઇટી એક્ટની કલમ 79 હેઠળ 'ઇન્ટરમીડિયરી' સંરક્ષણ મળતું હોય છે કારણ કે તે કન્ટેન્ટ જે-તે વ્યક્તિ દ્વારા પબ્લિશ કરવામાં આવતું હોય છે, નહી કે સોશિયલ મીડિયા કંપની દ્વારા. સોશિયલ મીડિયા કંપનીના આવા દરજ્જાને Intermediary Status કહેવામાં આવે છે.

twitter intermediary status


Post a Comment

Previous Post Next Post