IN-SPACe દ્વારા ભારતમાં અંતરિક્ષ ક્ષેત્રે ખાનગી કંપનીઓને પરવાનગી આપવાનો નિર્ણય લેવાયો.

  • આ માટે Indian National Space Promotion and Authorization Center (IN-SPACe) દ્વારા રોકેટ લોન્ચ સાઇટ નિર્માણ અને સંચાલન માટે ખાનગી કંપનીઓને મંજૂરી અપાઇ છે.
  • આ માટે સરકારે National Space Transportation Policy 2020 નો મુસદ્દો પણ તૈયાર કરી લીધો છે જેના અંતર્ગત પ્રાઇવેટ કંપની પોતાના અથવા ભાડે લીધેલ લોન્ચ સાઇટ, મોબાઇલ પ્લેટફોર્મ પરથી રોકેટ લોન્ચ કરી શકશે.
  • આ પોલિસી મુજબ:
    • આંતરરાષ્ટ્રીય કરારો મુજબ દેશ પ્રત્યેની જવાબદારી પુરી કરવા માટે ફાઇનાન્સિયલ ગેરેન્ટી અથવા વીમા કવચ આપવું પડશે.
    • વિદેશમાંથી રોકેટ લોન્ચ કરવા માટે જે-તે દેશના કાયદા અંતર્ગત લેવાની થતી મંજૂરી લેવાની રહેશે.
    • આ માટે IN-SPACe સિવાય વિદેશ મંત્રાલય સહિતના મંત્રાલયોની મંજૂરી પણ લેવાની રહેશે.
    • વિદેશમાં લોન્ચ થતા ભારતીય રોકેટ માટે ભારત સરકારની કોઇ જવાબદારી રહેશે નહી.
    • દેશની સ્વાયત્તા અને સામાજિક વિકાસને હાનિ પહોંચવી જોઇએ નહી.
    • આવા લોન્ચિંગ દરમિયાન વિદેશો સાથેના ભારતના સ્પેસ કરારોનું ઉલ્લંઘન થવુ જોઇએ નહી.
IN-SPACe


Post a Comment

Previous Post Next Post