ભારતનું પ્રથમ સ્વદેશી હાઇડ્રોગ્રાફિક સર્વે શિપ INS Sandhyak ને સેવાનિવૃત કરાયું.

  • આ શિપ દ્વારા 40 વર્ષોમાં લગભગ 200 મુખ્ય હાઇડ્રોગ્રાફિક સર્વે કરાયા છે જેમાં દેશના પૂર્વી અને પશ્ચિમી તટ, આંદામાન સમુદ્ર અને પાડોશી દેશોના અમુક નાના સર્વેનો પણ સમાવેશ થાય છે. 
  • આ જહાજનું નિર્માણ નૌસેના મુખ્યાલય દ્વારા ડિઝાઇન કરાયા બાદ 1978માં કોલકાતા ખાતે શરૂ કરાયું હતું. 
  • Garden Reach Shipbuilders & Engineers દ્વારા નિર્માણ પામ્યા બાદ 14 માર્ચ, 1981ના રોજ આઇએનએસ સંધ્યાકને વાઇસ એડમિરલ એમ. કે. રૉય દ્વારા કમિશન કરાયું હતું જેઓ તે સમયના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ (પૂર્વી નૌસેના કમાન) પણ હતા. 
  • આ શિપને સાંકેતિક નામ J18 થી પણ ઓળખવામાં આવતું હતું.
INS Sandhyak


Post a Comment

Previous Post Next Post