- દરિયાની ખારાશ ઘટતા લગભગ 168 કિ.મી. સુધી રેવાનું પાણી ફિલ્ટર કર્યા વિના જ પી શકાય તેવુ બન્યું છે.
- ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (Gujarat Pollution Control Board - GPCB) દ્વારા આ માટે નર્મદાના પ્રવેશ બિંદુ ઓર પટારથી અરબી સમુદ્રમાં મળતા સંગમ સ્થળ જાગેશ્વર સુધી 13 સ્થળોએથી નમૂના લઇ તપાસ કરવામાં આવી છે.
- ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી નદીનું તાપમાન પણ 5 થી 7 ડિગ્રી ઘટ્યુ છે.
પાણીની ગુણવત્તા માપવાના માપદંડો:
- A: પીવા યોગ્ય
- B: ન્હાવા યોગ્ય
- C: ફિલ્ટર કરીને પીવા યોગ્ય
- D: વન્યજીવન અને મત્સ્યપાલન માટે ઉપયોગી
- E: સિંચાઇ અને ઔદ્યોગિક વપરાશ માટે યોગ્ય
- F: તમામ હેતુ માટે ફિલ્ટરેશન સિવાય બિન ઉપયોગી