યુરોપના 9 દેશો દ્વારા ભારતની કોવિશીલ્ડ રસીનો ગ્રીન પાસમાં સમાવેશ કરાયો.

  • અગાઉ યુરોપિયન દેશો દ્વારા ભારતની કોવિશીલ્ડ લેનારા ભારતીયોને યુરોપિયન સંઘના દેશોમાં ટ્રાવેલની પરવાનગી નહી આપવાનો નિર્ણય લેવાયો હતો. 
  • આ નિર્ણય દ્વારા યુરોપના નવ દેશોમાં આયર્લેન્ડ, ઓસ્ટ્રિયા, જર્મની, સ્લોવેનિયા, ગ્રીસ, આઇસલેન્ડ, સ્પેન, સ્વિટ્ઝર્લેન્ડ અને ઇસ્ટોનિયાનો સમાવેશ થાય છે. 
  • યુરોપિયન સંઘના દેશોમાં અત્યાર સુધી અમેરિકાની ફાઇઝર, મોર્ડના, એસ્ટ્રાઝેનેકા અને જ્‌હોનસન એન્ડ જ્‌હોનસનની રસીને મંજૂરી અપાયેલ હતી. 
  • અત્રે ઉલ્લેખનિય છે કે ભારત દ્વારા ચેતવણી અપાઇ હતી કે જો ભારતની કોવિશીલ્ડ અને કોવેક્સિન રસી લીધેલ લોકોને પ્રવેશ આપવામાં નહી આવે તો ભારત પણ યુરોપિયન યુનિયનના દેશોની રસી લીધેલ લોકોને ફરજિયાત ક્વૉરોન્ટાઇનના નિયમોનું પાલન કરાવશે, આ ચેતવણી બાદ આ મંજૂરે અપાઇ છે.
Covishield


Post a Comment

Previous Post Next Post