- કેન્દ્ર સરકાર દ્વારા 250 વર્ષમાં પહેલીવાર Defence Land Policy માં ફેરફાર કરવામાં આવનાર છે.
- આ ફેરફાર બાદ સેના પાસેથી પબ્લિક પ્રોજેક્ટ્સ માટે જમીન ખરીદી શકાશે અને તેના બદલામાં એટલી જ વેલ્યુનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાની મંજૂરી અપાશે.
- હાલનો ડિફેન્સ લેન્ડ પોલિસી એક્ટ 1765 બાદ પહેલીવાર બદલવામાં આવશે.
- આ એક્ટ હેઠળ બ્રિટિશ કાળમાં બંગાળના બેરકપુરમાં પ્રથમ છાવણી બનાવવામાં આવી હતી તેમજ આર્મીના કામો માટે વાપરવામાં આવતી જમીનને અન્ય કોઇ ઉદેશ્યથી ઉપયોગમાં લેવા પર પ્રતિબંધ લાગૂ પડાયો હતો.
- વર્ષ 1801માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર જનરલ-ઇન-કાઉન્સિલ દ્વારા કોઇપણ ક્વાર્ટર/ બંગલો અથવા જમીન એવા વ્યક્તિને નહી વેચવાનો આદેશ અપાયો હતો જે આર્મી સાથે સેવામાં જોડાયેલ ન હોય.
- એક સરકારી આંકડા અનુસાર ડિફેન્સ મિનિસ્ટ્રી પાસે લગભગ 17.95 લાખ એકર જમીન છે જેમાંથી 16.35 લાખ એકર 62 કેન્ટોન્ટમેન્ટથી બહાર છે.
- ભારતમાં સૌપ્રથમ 1991માં તત્કાલીન સંરક્ષણ મંત્રી શરદ પવારે આ પ્રકારની છાવણીઓ નાબૂદ કરવાનો વિચાર આપ્યો હતો જેથી વધારાની જમીન ઉપયોગમાં આવી શકે.