બ્રાઝિલમાં કોરોના રસીની ખરીદીના ગોટાળામાં લોકો રાષ્ટ્રપતિ વિરુદ્ધ દેખાવો શરુ થયા.

  • બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારો વિરુદ્ધ લોકો રિયો દ જિનેરો ખાતે લોકો રોડ પર આવી ગયા છે. 
  • બ્રાઝિલ સરકાર દ્વારા કોરોનાને સામાન્ય ફ્લૂ જેવી બિમારી કહી તેને રોકવાના પુરા પ્રયાસો ન થયા હોવાનો પણ લોકોનો આક્ષેપ છે. 
  • બ્રાઝિલ સરકાર દ્વારા ભારત બાયોટેકના બ્રાઝિલ સ્થિત પ્રતિનિધિ સાથે કોવેક્સિન રસી ખરીદવા માટે ફ્રેબુઆરીમાં કરાર કરવામાં આવ્યો હતો. 
  • આ ડીલમાં પ્રતિ ડોઝની કિંમત 15 ડૉલર (અંદાજે રુ. 1,117) નક્કી કરવામાં આવી હતી. 
  • આ ડીલ મુજબ બ્રાઝિલે કુલ 32 કરોડ ડૉલરના ડોઝની ખરીદી કરી હતી. 
  • બ્રાઝિલના વિપક્ષનો દાવો છે કે સરકારના આરોગ્ય મંત્રીએ આ ડીલમાં પ્રતિ ડોઝ એક ડૉલરની લાંચ લીધી છે. 
  • બ્રાઝિલના વિપક્ષના 100 જેટલા નેતાઓએ જાયર બોલસોનારો પર મહાભિયોગ ચલાવવા માટે ડ્રાફ્ટ પણ રજુ કર્યો છે. 
  • વર્ષ 2016માં આ જ રીતે લોકોના દેખાવ બાદ તત્કાલિન રાષ્ટ્રપતિ ડિલ્મા રુસેફને હટાવાયા હતા.
Jair Bolsonaro


Post a Comment

Previous Post Next Post