ભારતની મિતાલી રાજ મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન કરનાર ખેલાડી બની.

  • તેણીએ ઇંગ્લેન્ડની શાર્લોટ એવર્ડઝનો રેકોર્ડ તોડીને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. 
  • આ સાથે જ મહિલા અને પુરુષ બન્ને ફોર્મેટમાં સૌથી વધુ રન નોંધાવવનો રેકોર્ડ ભારતના નામ પર થયો છે. 
  • પુરુષ વર્ગમાં સચિન તેન્ડુલકરના નામ પર આ રેકોર્ડ 35,357 રન સાથે છે. 
  • મિતાલી રાજે અત્યાર સુધીમાં કુલ 10,337 રન નોંધાવીને શાર્લોટના 10,273 રનનો રેકોર્ડ તોડ્યો છે. 
  • મિતાલી રાજ અને સચિન તેન્ડુલકર બન્ને એ 16 વર્ષ અને 215 દિવસની ઉંમરે જ ક્રિક્ટમાં ડેબ્યૂ કર્યું હતું જે એક સંયોગ છે. 
  • મિતાલી રાજે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વન-ડે જીતીને વિશ્વની સૌથી વધુ વન-ડે મેચ (84 મેચ) જીતનાર મહિલા સુકાની પણ બની છે જે રેકોર્ડ અગાઉ ઓસ્ટ્રેલિયાની સુકાની બેલિંડા ક્લાર્કના નામ પર 83 વિજય સાથે હતો.
mithali raj


Post a Comment

Previous Post Next Post