રાષ્ટ્રપતિ દ્વારા એક સાથે 8 રાજ્યોમાં ગવર્નરની નિમણૂંક કરવામાં આવી.

  • આ નિમણૂંકમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે મંગુભાઇ પટેલ, કર્ણાટકના રાજ્યપાલ તરીકે થાવરચંદ ગેહલોત, મિઝોરમના રાજ્યપાલ તરીકે ડૉ. હરિબાબુ ખંભાપતિ તેમજ હિમાચલપ્રદેશના રાજ્યપાલ તરીકે રાજેન્દ્ર આલેકરની નિમણૂંક કરવામાં આવી છે. 
  • આ સિવાય 4 રાજ્યપાલની રાજ્ય બદલી કરવામાં આવી છે જેમાં ફેરફાર બાદ ગોવાના ગવર્નર તરીકે પી. એસ. શ્રીધરન પિલ્લાઇ, ત્રિપુરાના ગવર્નર તરીકે સત્યદેવ નારાયણ આર્ય, ઝારખંડના રાજ્યપાલ તરીકે રમેશ બૈસ અને હરિયાણાના રાજ્યપાલ તરીકે બંડારુ દતાત્રેયની નિયુક્તિ કરવામાં આવી છે. 
  • કર્ણાટકમાં 2014થી જ વજુભાઇ વાળા રાજ્યપાલ હતા તેમજ આનંદીબેન પટેલ પાસે મધ્યપ્રદેશના રાજ્યપાલનો વધારાનો ચાર્જ હતો. 
  • મધ્યપ્રદેશના હાલના રાજ્યપાલ મંગુભાઇ પટેલ 1998 થી 2002 દરમિયાન કેશુભાઇ પટેલની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી હતા તેમજ 2002 થી 2012 સુધી મોદી સરકારમાં વન અને પર્યાવરણ મંત્રી હતા. 
  • મંગુભાઇ પટેલ નવસારી જિલ્લાના છે જ્યાથી અગાઉ 1985માં કોંગ્રેસની સરકાર દરમિયાન કુમુદબેન જોષીને આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનાવાયા હતા. 
  • મંગુભાઇ પટેલ દેશમાં કુલ 13માં ગુજરાતી રાજ્યપાલ છે. 
  • અગાઉ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ, કનૈયાલાલ મુનશી, જામનગરના રાજવી પરિવારના મેજર જનરલ હિંમતસિંહજી, સર સી.એમ. ત્રિવેદી, જયસુખલાલ હાથી, ખંડુભાઇ દેસાઇ, કુમુદબેન જોષી, કે. કે. શાહ, પ્રભુદાસ પટવારી, વિરેન શાહ, વજુભાઇ વાળા તેમજ આનંદીબેન પટેલ વિવિધ રાજ્યોના રાજ્યપાલ રહી ચૂક્યા છે.
8 new governors


Post a Comment

Previous Post Next Post