ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે પુષ્કરસિંહ ધામીએ શપથ ગ્રહણ કર્યા.

  • ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે રાજીનામું આપ્યા બાદ પુષ્કરસિંહ ધામીએ શપથ ગ્રહણ કર્યા છે. 
  • પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડના સૌથી યુવા મુખ્યમંત્રી બન્યા છે.
  • ઉત્તરાખંડમાં તીરથસિંહ રાવત મુખ્યમંત્રી બન્યાના છ મહિનામાં કોઇ એક વિધાનસભા ક્ષેત્રમાંથી ચુંટણી જીતી શક્યા ન હોવાથી તેમણે છ મહિના પહેલા જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. 
  • પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડના 10માં મુખ્યમંત્રી બન્યા છે. 
  • અગાઉ માર્ચ, 2016માં 25 દિવસ તેમજ એપ્રિલ, 2016માં 19 દિવસ માટે ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લગાવાયું હતું. 
  • આ બન્ને રાષ્ટ્રપતિ શાસન ની વચ્ચે 1 દિવસ (21 એપ્રિલ, 2016)ના રોજ હરિશ રાવતને ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનાવાયા હતા જેઓ ફક્ત એક જ દિવસ માટે આ હોદ્દા પર રહ્યા હતા.
Pushkar Sinh Dhami


Post a Comment

Previous Post Next Post