સુપ્રીમ કોર્ટ દ્વારા કોરોના મૃતકના પરિવારજનોને વળતર ચૂકવવા આદેશ કરાયો.

  • આ ચૂકાદામાં સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને કોરોના વાયરસથી મૃત્યું થયું હોય તેવા લોકોના પરિવારને આર્થિક વળતર ચૂકવવાનો આદેશ કરાયો છે. 
  • આ માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર હસ્તકની National Disaster Management Authority (NDMA) ને આર્થિક સહાય ચૂકવવા આદેશ કર્યો છે. 
  • કેન્દ્ર સરકાર દ્વારા આ સહાયની ગાઇડલાઇન પ્રસિદ્ધ કરવા માટે 6 સપ્તાહનો સમય મંગાયો છે. 
  • આ પિટિશનમાં અરજકર્તા દ્વારા કોવિડ, પોસ્ટ કોવિડ અને મ્યૂકરમાકોસિસ્થી મૃત્યુંના કિસ્સામાં રુ. 4 લાખના વળતરની માંગ કરવામાં આવી છે. 
  • આ કેસની સુનવણી દરમિયાન કોર્ટ દ્વારા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી બંધારણીય ફરજોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે તેવી ટિપ્પણી પણ કરવામાં આવી છે.
Supreme Court of India


Post a Comment

Previous Post Next Post