WHO દ્વારા ચીનને મેલેરિયા મુક્ત દેશ જાહેર કરવામાં આવ્યો.

  • ચીન દ્વારા 70 વર્ષથી મેલેરિયાથી મુક્તિ મેળવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. 
  • 1940 ના દાયકામાં ચીનમાં વાર્ષિક 3 કરોડ મેલેરિયાના કેસ નોંધાતા હતા. 
  • છેલ્લા ચાર વર્ષમાં ચીનમાં મેલેરિયાનો એક પણ કેસ ન નોંધાતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (World Health Organization - WHO) દ્વારા તેને મેલેરિયા મુક્ત જાહેર કરાયો છે. 
  • ચીનમાં 1967માં ચીની સરકારે મેલેરિયાના ઉપચાર માટે રાષ્ટ્ર વ્યાપી સંશોધન કાર્યક્રમ '523 Project' શરૂ કર્યો હતો. 
  • આ પ્રોજેક્ટમાં 60 સંસ્થાઓ અને 500થી વધુ વિજ્ઞાનીઓ જોડાયા હતા જેઓએ 1970માં આર્ટિમિસિનની શોધ કરી હતી, જે આજે મેલેરિયાની સૌથી વધુ પ્રભાવશાળી દવા છે. 
  • પશ્ચિમ પ્રશાંત મહાસાગરનો ચીન પ્રથમ દેશ છે જેને 30 વર્ષ બાદ મેલેરિયા મુક્ત કરાયો હતો. 
  • ચીન સિવાય પશ્ચિમ પ્રશાંત ક્ષેત્રમાં ઓસ્ટ્રેલિયા 1981માં, સિંગાપોર 1982માં અને બ્રુનેઇ દારુસ્સ્લમને 1987માં મેલેરિયા મુક્ત જાહેર કરાયા હતા. 
  • વિશ્વ કક્ષાએ 40 દેશ મેલેરિયા મુક્ત જાહેર થયેલા છે. 
  • વર્ષ 2021માં સાલ્વાડોરને પણ મેલેરિયા મુક્ત જાહેર કરવામાં આવ્યો હતો.
China Malaria Free


Post a Comment

Previous Post Next Post